Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / Women PI becomes victim of dowry and domestic violence, lodges complaint against in-laws

Ahmedabad / મહિલા PI જ બની દહેજ અને ઘરેલું હિંસાનો શિકાર, સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad / મહિલા PI જ બની દહેજ અને ઘરેલું હિંસાનો શિકાર, સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ
સોર્સ : gstv

 દેહજનું દૂષણ હજુ પણ સમાજમાં ધીમા ઝેરની જેમ ફેલાયેલું છે. આ કુરિવાજોથી બચાવતી મહિલા પોલીસ જ હવે તેનો શિકાર બની છે. અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 31 વર્ષીય મહિલા PIએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2023માં તેમના લગ્ન થયા બાદ બીજા જ દિવસથી સાસુ, સસરા, નણંદ અને પતિ દ્વારા દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો દાવો કર્યો છે.

App Store

પતિ અકુદરતી સંબંધો માટે દબાણ કરતો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમનો પતિ રોજ દારૂનું સેવન કરતો હતો અને સામાન્ય શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી બળજબરીથી અકુદરતી સંબંધો માટે દબાણ કરતો હતો. જ્યારે તે નિષ્ફળ જતો ત્યારે પત્ની સાથે મારઝૂડ કરી અત્યંત ક્રૂર વર્તન કરતો હતો.

સાસુ તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખતા

ઘરની સંપૂર્ણ આર્થિક જવાબદારીઓ મહિલા અધિકારી પોતે જ નિભાવતા હતા છતાં તેમને માનસિક શાંતિ ન હતી. નોકરીના કારણે તેમણે રસોઈ માટે એક બહેન રાખ્યા હતા, પરંતુ સાસુએ ઝઘડો કરીને તેમને કાઢી મૂક્યા હતા અને PIની ગેરહાજરીમાં તિજોરીનો સામાન પણ વેરવિખેર કરી નાખતા હતા.

નણંદ બેંક એકાઉન્ટની માહિતી રાખતી

નણંદ બેંક ક્લાર્ક હોવાથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી PIની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટની માહિતી મેળવતી હતી. આ ઉપરાંત, વીમા પોલિસીમાં પિતાનું નામ દાખલ કરાવવા બાબતે પણ પતિ દ્વારા ઝઘડો કરવામાં આવતો હતો અને પત્ની પર નોકરી છોડી દેવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું.

મહિલા PIને ભાડાનું મકાન પણ ખાલી કરવું પડ્યું

આટલું ઓછું હોય તેમ પતિએ એક વખત 6 થી 7 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરી છૂટાછેડાની ધમકીઓ આપી હતી. આશરે 1.5 વર્ષ પહેલાં પતિ રાજસ્થાન જવા નીકળ્યો હતો અને ત્યાંથી યુપીમાં કોઈ મિત્રના લગ્નમાં જવાનું કહીને ગયો તે પછી ક્યારેય ઘરે પાછો ફર્યો ન હતો. પતિએ દૂર રહીને પણ મકાન માલિકને ઉશ્કેર્યા હતા, પરિણામે મહિલા PIએ ભાડાનું મકાન પણ ખાલી કરવું પડ્યું હતું. સાસરિયાઓ અને પતિના આ તમામ અત્યાચારોથી કંટાળીને આખરે મહિલા અધિકારીએ કાયદાકીય પગલાં ભર્યા છે અને મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.