Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Video of bullying, vandalism of vehicles with pipes and beatings in broad daylight in Chandkheda goes viral

VIDEO: ચાંદખેડામાં ધોળા દિવસે દાદાગીરી, ધોકા-પાઈપ વડે વાહનોમાં તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં જાહેર રસ્તા પર ધોળા દિવસે મારામારી અને તોડફોડની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. અંગત અદાવતમાં કેટલાક યુવકોએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા જાહેરમાં હથિયારો વડે આતંક મચાવ્યો હતો.

App Store

ધોકા અને પાઈપ વડે હુમલો મળતી માહિતી મુજબ, ચાંદખેડાના એક જાહેર માર્ગ પર કેટલાક શખ્સો ધોકા અને પાઈપ જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. અંગત અદાવત રાખીને આ યુવકોએ સામે પક્ષના વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. ખાસ કરીને એક બાઈકને રસ્તા વચ્ચે ઉભી રાખીને અત્યંત નિર્દયતાથી તોડી નાખવામાં આવી હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આ સમગ્ર ઘટનાના દ્રશ્યો આસપાસના લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સો પોલીસનો ડર રાખ્યા વિના બેફામ બનીને તોડફોડ કરી રહ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે.