VIDEO: અમદાવાદ / વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન
સોર્સ : gstv
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ મિત્ર અને ગ્રીન કેટાલિસ્ટ સંસ્થા દ્વારા યુવા સંવાદ યોજાયો. ક્લીન એન્વાયરમેન્ટ, હેલ્ધી ફ્યુચર,,, યુથ વોઈસીસ ફોર ક્લાઈમેટ જસ્ટિસ થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો પર ગંભીર ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં પંકજ શર્મા, પ્રણવ દેસાઈ સહિત શહેરના અગ્રણી યુવા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે યુવાનોની ભૂમિકા કેટલી મહત્વની છે. તે અંગે મંચ પરથી વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

