Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Serious deficiencies in fire safety in 154 hotels and 62 tuition classes, AMC caught sleeping again amid claims of strict action

Ahmedabad: 154 હોટેલ અને 62 ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટી મામલે ગંભીર ખામી, કડક પગલાંના દાવા વચ્ચે ફરી ઊંઘતું ઝડપાયું AMC

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: 154 હોટેલ અને 62 ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટી મામલે ગંભીર ખામી, કડક પગલાંના દાવા વચ્ચે ફરી ઊંઘતું ઝડપાયું AMC
સોર્સ : gstv

દિલ્હીની હોટેલ અને લખનઊના કોચિંગ ક્લાસની આગની ઘટનાઓ બાદ જાગેલા અમદાવાદ મ્યુનિ.ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા શહેરમાં હોટેલ અને ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 154 હોટેલ અને 62 ટ્યુશન ક્લાસ કે શિક્ષણ સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મામલે ગંભીર ખામી સામે આવી હતી. જે બદલ તમામનને નોટિસ ફટકારવામાં આવી છે.

App Store

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ હોટેલ અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ શિક્ષણ સંસ્થાઓ સામે કાર્યવાહી

અમદાવાદ શહેરમાં કહેવાતા કડક પગલાંઓ વચ્ચે પણ ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ આગના મોટાભાગના બનાવો વખતે ખાસ કંઈ ઉપયોગી સાબિત થઈ રહી નથી. દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવા એકમો લાંબા સમયથી ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા વગર ધમધમી રહ્યા છે. મ્યુનિ.એ જે 154 હોટેલ અને 62 ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારી છે, તે કંઈ રાતોરાત શરૂ થયા નથી.

કોર્પોરેશનમાં જાગ્યા ત્યારથી સવાર

કેટલાક એકમો તો વર્ષોથી ચાલી રહ્યા છે. છતાં છેક હવે ફાયર વિભાગને અહીં સલામતીમાં ખામી હોવાનું ધ્યાને આવ્યું છે. જોકે જાગ્યા ત્યારથી સવાર એ મુજબ આ એકમોમાં તપાસ બાદ ફાયર સેફ્ટીની ખામી નહીં સુધારવા બદલ 13 હોટેલ અને એક શિક્ષણ સંસ્થા સીલ પણ કરી દેવામાં આવી છે. વારે-તહેવારે જેતે ક્ષેત્ર પૂરતી આવી કાર્યવાહી થાય છે. ભૂતકાળમાં હોસ્પિટલો અને ગેમઝોન સહિતના સ્થળો તેના પુરાવા છે. હવે કોઈ હોસ્પિટલ કે ગેમઝોનમાં કેવી સ્થિતિ છે? તેની નજર સુદ્ધા કરવાની તસ્દી ફાયર વિભાગ દ્વારા લેવાતી નથી. તાજેતરમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ હોટેલ અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારવામાં આવી છે.

ઝોન મુજબ અપાયેલી નોટિસ

ઝોન
હોટેલ
શિક્ષણ સંસ્થા
પશ્ચિમ
47
12
ઉ.પશ્ચિમ
24
5
પૂર્વ
16
24
દ.પશ્ચિમ
20
0
દક્ષિણ
13
3
મધ્ય
27
8
ઉત્તર
7
10