Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad /Parineeta defamed by making  fake ID on Instagram; made video viral by writing obscene text

Ahmedabad / ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી  પરિણીતાને બદનામ કરાઈ; અશ્લીલ લખાણ લખી વીડિયો વાઈરલ કર્યો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad / ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી  પરિણીતાને બદનામ કરાઈ; અશ્લીલ લખાણ લખી વીડિયો વાઈરલ કર્યો
સોર્સ : gstv

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાના સોશિયલ મીડિયા પરથી ફોટો ચોરી કરી કોઈ અજાણી વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પરિણીતાના ફોટા પર તેનો મોબાઈલ નંબર અને અભદ્ર લખાણ લખી વીડિયો વાઈરલ કરતાં પરિણીતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

App Store

ઉત્તરપ્રદેશ રહેતી નાની બહેને વીડિયો જોઈ જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ફિરોજાબાદના વતની અને છેલ્લા આઠ વર્ષથી અમદાવાદમાં રહેતા 29 વર્ષીય પરિણીતાન હાલ નારોલમાં પરિવાર સાથે રહે છે. તેઓ પર્સનલ ઉપયોગ માટે મોબાઈલ વાપરે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ ધરાવે છે. ગત નવમી સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ઉત્તર પ્રદેશ ખાતે રહેતી તેની નાની બહેને ફોન કરીને જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પરિણીતાના ફોટા સાથેનો વીડિયો અપલોડ કરાયો છે.

પરિણીતાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખસે તેના અંગત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ તે ફોટો પર પરિણીતાનો મોબાઈલ નંબર અને અભદ્ર શબ્દો લખી બદનામ કરવાના ઇરાદે વીડિયો સ્ટોરી પોસ્ટ કરી સોશિયલ મીડિયા તેમજ સગા-સંબંધીઓમાં વાયરલ કર્યો હતો. આ મામલે નારોલ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નજીકના કોઈ પરિચિતની સંડોવણી હોવાની આશંકા

સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને બદનામ કરવાના કિસ્સાઓમાં મોટાભાગે કોઈ અંગત અદાવત કે નજીકની વ્યક્તિની સંડોવણી સામે આવતી હોય છે. આ કેસમાં પણ આરોપીએ માત્ર ફોટો જ નહીં, પરંતુ પરિણીતાનો પર્સનલ મોબાઈલ નંબર પણ સાર્વજનિક કર્યો છે. પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામનું આઈપી એડ્રેસ મેળવી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપી સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.