અમદાવાદ: વોટ ચોરીને લઈ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના દેખાવો, કાર્યકર્તાઓની થઈ અટકાયત
સોર્સ : GSTV
વોટ ચોરીના મુદ્દે હાલ રાજકારણની સાથે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ આ મુદ્દે દેખાવો થયા હતા. ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI (રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ)ના કાર્યકર્તાઓએ આ દેખાવો કર્યા હતા. જેમાં "વોટ ચોર ગદ્દી છોડ"ના બેનર સાથે કાર્યકર્તાઓએ રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ દેખાવો દરમિયાન પોલીસે કાર્યકર્તાઓેને પકડી-પકડીને પોલીસ વાહનમાં ધકેલ્યા હતા. દરમિયાન કાર્યકર્તાઓ "વોટ ચોર ગદ્દી છોડ"ના નારા લગાવતા જોવા મળ્યા હતા.

