Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Truck driver drags bike riding family 70 meters in Juhapura, youth seriously injured

Ahmedabad news: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ બનેલા ટ્રકચાલકે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધા બાઈકને અંદાજે 60થી 70 મીટર સુધી ઢસડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

App Store

નશાની હાલતમાં હતો ટ્રક ચાલક?

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકોએ ભારે બૂમાબૂમ કરી ટ્રકચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, હાઈવે પર ઓવર બ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર પાણી ભરાયેલું હતું, જેના કારણે વાહન સ્લિપ થતા અકસ્માત સર્જાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. વેજલપુર પોલીસે તાત્કાલિક પહોંચીને ટોળાને વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અકસ્માતનો ભોગ બનેલા પરિવારને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એ જણાવ્યું કે, ખાડામાં યુવક ખાબકતા ટ્રકમાં ફસાયો હતો અને થોડીક દૂર સુધી ખસેડાયો હતો. આ અંગેની જાણ ટ્રકચાલકને થતા તેને તરત જ ટ્રક રોકી દીધી હતી. આ પછી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.'  નોંધનીય છે કે, આ અંગે ઇજાગ્રસ્ત યુવક દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.