Ahmedabadના વેજલપુરમાં પ્રેમલગ્નના માત્ર બે મહિનામાં યુવતી કર્યો આપઘાત, સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

અમદાવાદના વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં પતિ અને સાસુના સતત ત્રાસથી કંટાળીને ઉર્વી ઠાકોર નામની યુવતીએ પિયરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પ્રેમલગ્ન બાદ માત્ર બે મહિનામાં જ પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખા ઠાકોર તેને નાની-નાની વાતોમાં હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે.
પિતાએ દીકરીનો ફોન તપાસતાં સમગ્ર મામલો સામે આવ્યો
પતિ યુવતી દ્વારા વેચેલી ગાડીના પૈસા પણ માંગતો હતો. મૃત્યુ બાદ પિતાએ દીકરીનો ફોન તપાસતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. વેજલપુર પોલીસે પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખા ઠાકોર વિરુદ્ધ ઘરેલું હિંસા તેમજ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ન્યુ રાણીપ વિસ્તારમાં યુવતીનો આપઘાત
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૃતક યુવતીના થોડા સમયમાં લગ્ન થવાના હતા. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આપઘાતના કારણોનું સંપૂર્ણ ખુલાસો કરવા વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ કેસમાં કોઈ બાહ્ય પરિબળની તપાસ પણ કરી રહી છે.

