Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Ahmedabad and Surat Crime Branch conducted a joint operation

VIDEO: અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન, કરોડોના નકલી નોટોના રેકેટનો કર્યો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાંથી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું છે, રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. જેમાં  અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરોડોની નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે. શહેરના અમરાઈવાડીમાં દરોડા દરમિયાન 'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા' લખેલી સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નોટોની હેરાફેરીનો ખુલાસો થયો છે.પોલીસે ઝડપેલા તમામ  આરોપીઓની સખ્ત પૂછપરછ રીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.  

App Store

મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી

મદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2.10 કરોડ અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો સાથે મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી નોટો છાપવાનું મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ આ ષડયંત્રમાં તો શામેલ નથી, અને આ નોટો કોને પહોંચાડવામાં આવવાની હતી. 

,બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.