Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: 20 people kidnapped a businessman from Gandhinagar in Naroda

Ahmedabad news: નરોડામાં ગાંધીનગરના વેપારીનું 20 લોકોએ કર્યું અપહરણ, માર-મારી હિંમતનગર હાઈવે પર છોડીને આરોપીઓ ફરાર

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: નરોડામાં ગાંધીનગરના વેપારીનું 20 લોકોએ કર્યું અપહરણ, માર-મારી હિંમતનગર હાઈવે પર છોડીને આરોપીઓ ફરાર
સોર્સ : GSTV

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  નરોડામાં કાર ભાડે આપનાર ગાંધીનગરના વેપારી ધર્મેશ રૂડાચનું અપહરણની ઘટના સામે આવી હતી. ધર્મેશભાઈએ ટીના રબારીનામના શખ્સને  કાર બે દિવસ માટે ભાડે આપી હતી.. અંબાજી જવાનું કહી કાર પેથાપુર રાખવામાં આવી હતી. તો બીજી તરફ વેપારીને નાના ચિલોડા પાસે કાર હોવાની જાણ થતાં ત્યાં તપાસ અર્થે પહોંચ્યા હતા. તે દરમિયાન અન્ય 4 કારમાં આવેલા 20 લોકોએ તેમનું અપહરણ કર્યું હતું..

App Store

શખ્સોએ વેપારીનો બળજબરીથી વીડિયો બનાવ્યો 

ગાંધીનગરના વડવાસાના ખેતરમાં વેપારીને લઈ ગયા હતા, ત્યાં ગન પોઈન્ટ પર ઢોર માર માર્યો હતો અને ધમકી પણ આપી હતી. આ શખ્સોએ વેપારીનો બળજબરીથી વીડિયો બનાવ્યો હતો.  આરોપીઓ હિંમતનગર રોડ પર ફરિયાદીને છોડી ફરાર થયા હતા. નરોડા પોલીસે દિપક દેસાઈ અને તેના સાગરિતો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.