Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad - Entire Congress panel wins in Khadia

AMC Election : ખાડિયામાં ભાજપનો 70 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો વિજય

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
AMC Election : ખાડિયામાં ભાજપનો 70 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો વિજય
સોર્સ : gstv

અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો 70 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. વર્ષ 1972 બાદ એટલે કે છેલ્લા 54 વર્ષમાં પ્રથમવાર ખાડિયામાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર અહીં ભાજપના તમામ ઉમેદવારોની શરમજનક હાર થઈ છે.

App Store

કોંગ્રેસના વિજેતા ઉમેદવારો

ખાડિયાની પ્રજાએ કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવી છે:

મીના નાયક
બીરજુબેન ઠક્કર
ધ્રુવ કલાપી
મોહમ્મદ ઇલિયાસ પઠાણ
 
ભાજપની હારના 3 મુખ્ય કારણો

‘ખાડિયા બચાવો આંદોલન’ 

ખાડિયામાં આડેધડ વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ મુદ્દે ખાડિયા બચાવો આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મોકલી તેમને મનાવવા પ્રયાસ કર્યા, પણ નિષ્ફળતા મળી, જે ભાજપને ભારે પડ્યું.

હેરિટેજની ઓળખ અને સ્થળાંતર

ઐતિહાસિક પોળો ધરાવતો આ વિસ્તાર કોમર્શિયલ બાંધકામોને કારણે પોતાની અસલ ઓળખ ગુમાવી રહ્યો છે. પરિવારો મોટા થતા અને સમસ્યાઓ વધતા મૂળ અમદાવાદીઓ (ભાજપની પરંપરાગત વોટબેંક) અહીંથી સ્થળાંતર કરી ગયા છે. એસઆઇઆર બાદ અહીંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું નિર્ણાયક કારણ બન્યું.

સ્થાનિક પ્રશ્નો વિરુદ્ધ વિકાસનો દાવો

ભાજપે આ વખતે પણ વિકાસના મુદ્દે મત માંગ્યા હતા, પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ કોમર્શિયલ બાંધકામ રોકવા એ મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ અને અપક્ષોએ આ જ નસો પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.