Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : ahmedabad-bullet-train-project-accident-vatva-labour-protest

Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, મજૂર ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત; વટવા રિંગરોડ પર મજૂરોનો ભારે હોબાળો

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, મજૂર ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત; વટવા રિંગરોડ પર મજૂરોનો ભારે હોબાળો
સોર્સ : GSTV

Ahmedabad: અમદાવાદના વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક મજૂરને ગંભીર ઈજા થતાં અન્ય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે મજૂરો એકત્ર થયા ગઈ હતા. 

App Store

મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો
મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મજૂર ઊંચાઈથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું શ્રમિકોનું કહેવું છે. દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ ઘટના બાદ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મજૂરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ મામલે અન્ય મજૂરો એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો.