Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Acid attack on young woman in Sardarnagar, Ahmedabad

Ahmedabadના સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, હુમલાખોરને પકડી પાડવા પોલીસની તજવીજ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadના સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, હુમલાખોરને પકડી પાડવા પોલીસની તજવીજ
સોર્સ : gstv

અમદાવાદના સરદારનગરમાં પરણિત યુવતી પર એસિડ અટેકની ઘટના સામે આવી છે. નીલકમલ સોસાયટી પાસે 27  વર્ષીય યુવતી તેના પિયરમાં રહેવા આવી હતી, ત્યારે યુવતી પર અજાણ્યા શખ્સો એસિડ નાંખી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસે યુવતીના નિવેદન નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. 

App Store

એક મહિના અગાઉ સુરતમાં પૂર્વ પ્રેમીએ મોડેલને એસિડ એટેકની આપી હતી ધમકી

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક મોડેલને એસિડ એટેક કરવાની ધમકીઆપી હતી. આ કેસમાં પૂર્વ પ્રેમી દ્વારા સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકી એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. ફાયરિંગ અને દુષ્કર્મના વિવાદ બાદ આ પૂર્વ પ્રેમીનું વધુ એક કારનામું સામે આવતાં મામલો ગંભીર બન્યો હતો. આ કેસમાં મિતેષ જૈન નામના વેપારીએ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ અનુસાર, અગાઉ પણ આરોપી દ્વારા પીડિતાની કાર સળગાવી દેવાનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે અલથાણ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.