Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Seven accused kidnap and beat up a young man over salary issue, five arrested

Ahmedabad news: પગાર મુદ્દે યુવકનું અપહરણ કરી 7 આરોપીઓએ માર્યો માર, પાંચની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પગાર મુદ્દે યુવકનું અપહરણ કરી 7 આરોપીઓએ માર્યો માર, પાંચની ધરપકડ
સોર્સ : gstv

અમદાવાદના વાડજ વિસ્તારમાં યુવકનું કારમાં અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, પગાર બાકી હોવાથી બે સગીર સહિત 7 આરોપીઓએ ફરિયાદનું કારમાં અપહરણ કરી મોબાઈલ પણ લૂંટી લીધો હતો. આ મામલે પોલીસે પુખ્ત વયના પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.    

App Store

પોલીસે પાંચ પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકનું કારમાં અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર અને અન્ય પાંચ આરોપીએ ફરિયાદને માર મારી મોબાઈની લૂંટ ચલાવી હતી. વાડજ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ પુખ્ત વયના આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે પગાર બાબતે માથાકૂટ ચાલતી હતી. બે માસનો પગાર બાકી હોવાથી ફરિયાદી રાજ બારોટને બોલાવી કારમાં તેનું અપહરણ કરી આરોપીઓએ માર માર્યો હતો. પોલીસે પાંચ પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.