Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A young man attempted suicide after complaining of rape against a teacher in Rajkot

VIDEO: રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી કર્યા આ ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપ કર્યો છે કે શિક્ષિકાએ તેની પાસેથી રૂપિયા પડાવી અને વધુ રૂપિયા ન મળતા તેના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવી તેને બદનામ કર્યો છે.

App Store

યુવકે દાવો કર્યો છે કે શિક્ષિકાએ ગુગલ પેની મદદથી રૂપિયા લીધા હોવાના પુરાવા પણ તેની પાસે છે. ઉપરાંત, સાથે ફરવા ગયાના સેલ્ફી સહિતના ફોટોગ્રાફ્સ પણ યુવકે જાહેર કર્યા છે. વીડિયોમાં યુવકે જણાવ્યું હતું કે જે યુવતી તેની સાથે નિર્ભયતાથી ફરતી હતી, તેના સાથે બળાત્કાર કરવાની તેને શું જરૂર હતી. અંતમાં યુવકે કહ્યું હતું કે તેના મૃત્યુ બાદ તેને અને તેના પરિવારને ન્યાય અપાવવામાં આવે.