VIDEO : ડોક્યુમેન્ટ ચોરી વિવાદ મામલે એબીવીપીનું વિરોધ પ્રદર્શન
સોર્સ : GSTV
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી નિર્માણ સ્કૂલમાં વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ચોરીના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. એસ એસ ડિવાઇન સ્કૂલમાંથી ધો.10ના વિદ્યાર્થીઓના LC, માર્કશીટ સહિતના દસ્તાવેજો ચોરી થવાની ઘટના સામે આવી છે.આ મામલે સ્કૂલના કેટલાક કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે ડોક્યુમેન્ટ ચોરી કરવાના CCTV ફૂટેજ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ઘટનાના વિરોધમાં ABVPના કાર્યકરો નિર્માણ સ્કૂલ પહોંચ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.

