Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A sea of ​​beauty at Ahmedabad's YMCA club: Shivangi Samar Desai becomes Femina Miss India 2026 Gujarat

VIDEO: અમદાવાદની YMCA ક્લબમાં ગ્લેમર છવાયું, શિવાંગી દેસાઈ બની ફેમિના મિસ ઈન્ડિયા 2026 ગુજરાત

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના છેવાડે આવેલા એસ.જી. હાઈવે પર સરખેજ પાસે આવેલી જાણીતી YMCA ક્લબમાં ગત રોજની રાત્રેએ 'ફૅમિના મિસ ઈન્ડિયા 2026 ગુજરાત'નું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝાકઝમાળ ભરેલી સ્પર્ધામાં ગુજરાતના વિવિધ ખૂણેથી આવેલી કુલ 16 રૂપરૂપના અંબાર સમાન સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

App Store

સંગીત અને લાઈટિંગ વચ્ચે ભવ્ય આરંભ
જાજરમાન હસ્તીઓ, મીડિયાના પ્રતિનિધિઓ અને જાણીતા જજની હાજરીમાં આ મ્યુઝિકલ નાઈટનો આરંભ થયો હતો. સુંદર લાઇટિંગ અને મધુર સંગીતના તાલે સ્પર્ધકોએ રેમ્પ વોક કરીને સૌના દિલ જીતી લીધા હતા. સ્પર્ધાના અંતે છેલ્લી આઠ સુંદરીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.

શિવાંગી સમર દેસાઈના શિરે તાજ
તમામ રાઉન્ડના અંતે, જજ દ્વારા વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સ્પર્ધક નંબર 3 - શિવાંગી દેસાઈને 'ફૅમિના મિસ ઈન્ડિયા 2026 ગુજરાત' જાહેર કરવામાં આવી હતી. શિવાંગી દેસાઈ હવે નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.