Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A quantity of 'Gogo Smoking Cone' was seized from Blinkit's godown in Changodar

Ahmedabad news: ચાંગોદરમાં બ્લિન્કીટના ગોડાઉનમાંથી 'ગોગો સ્મોકિંગ કોન'નો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચાંગોદરમાં બ્લિન્કીટના ગોડાઉનમાંથી 'ગોગો સ્મોકિંગ કોન'નો જથ્થો ઝડપાયો
સોર્સ : GSTV

અમદાવાદના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સીમમાંથી યુવાધન જેનો નશા માટે ઉપયોગ કરે છે તેવા 'ગોગો' સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને હુક્કાની સામગ્રીનો ગેરકાયદેસર જથ્થો ચાંગોદર પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે પ્રતિબંધિત વસ્તુના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

App Store

બ્લીન્કીટ ગોડાઉન પર દરોડો પાડયો

ચાંગોદર પોલીસે ચાચરાવાડી વાસણાની સીમમાં આવેલ 'અસ્વીકા-૪' ના વેરહાઉસમાં સ્થિત બ્લીન્કીટ ગોડાઉન પર દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં પોલીસને રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, હુક્કા ફ્લેવર અને કોલસા સહિત કુલ રૃ. ૩,૨૬,૪૨૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉનના સાઇટ લીડ તરીકે કામ કરતા કેતનકુમાર ઠાકોરપ્રસાદ ભટનાગર (રહે.હાલ ઓમકાર પરિસર, ચાંદખેડા, અમદાવાદ, મુળ રહે, નડિયાદ, જિ-ખેડા) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબરોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન જેવા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છેજે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.