Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A person carrying cough syrup for intoxication near Bavla

Ahmedabad news: બાવળા નજીક નશા માટે કફ સિરપનો જથ્થો લઈ જતા શખ્સ સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બાવળા નજીક નશા માટે કફ સિરપનો જથ્થો લઈ જતા શખ્સ સકંજામાં
સોર્સ : GSTV

Ahmedabad news: લોકો દારૂ કે અન્ય કેફી પીણાને બદલે કફ સિરપનો ઉપયોગ નશા માટે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગૃપના સ્ટાફે બાવળા પાસેથી એક કારમાં કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જે સરખેજથી લઇને બાવળાના એક ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરવાનો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી મોટા પ્રમાણમાં કફ સિરપનો કારોબાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે પોલીસે કફ સિરપનું ઉત્પાદન કરતી ફેક્ટરી અને તેના સપ્લાયર્સ અંગે તપાસ શરૂ કરી છે.

App Store

અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસઓજીના સ્ટાફને બાવળા પાસે બે દિવસ પહેલા એક શંકાસ્પદ કારમાંથી આશરે ૩૦૦થી વધારે કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન. રામાણી કારચાલક ઈરફાનશા પઠાણની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સરખેજ પાસે આવેલા એક ગોડાઉનથી કફસીરપનો જથ્થો લઇને બાવળાના શિયાળ ગામમાં રહેતા બુટા પઢાર નામના વ્યક્તિને સપ્લાય કરવા જતો હતો. તેને સુરેન્દ્રનગરના દસાડામાં રહેતા સોહિલ નામના વ્યક્તિએ કફ સિરપનો જથ્થો આપ્યો હતો.  

પોલીસને તેની વધુ પૂછપરછ કરતા વિગતો ખુલી હતી કે કફ સીરપનો જથ્થો  અમદાવાદ અને સુરેન્દ્રનગરની દવાની ફેક્ટરીમાં બેચ નંબર ઉપરાંતનો જથ્થો તૈયાર કરીને ગેરકાયદે સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા આગામી સમયમાં દવાના ફેક્ટરીઓમાં પણ મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવશે.