Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Protests against Swaminarayan saints coming to Talgajarda village, know the reason

VIDEO: તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતો આવતા વિરોધ થયો, જાણો કારણ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ગામે સ્વામિનારણ સંપ્રદાયના સંતોના આવતાની સાથે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધનો સામનો કરવો પડયો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ગામમાં સભા કરવા આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોને ગામમાં ન આવવા સ્થાનિકોએ જણાવ્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મુદ્દે ભૂતકાળમાં ભારે વિરોધ થયો હતો. આટલું ઓછું હોય તેમ હિંદુ દેવી-દેવતાના નામે પણ અગાઉ વિરોધ થયો હતો.

App Store

સ્થાનિકોએ કારમાં આવેલ મહારાજને વ્યસન મુક્ત અને કતલખાના બંધ કરાવવા જણાવ્યું હતું. જો કે, કારમાં રહેલ સંતે પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. સ્થાનિકોએ જય સિયારામના લોકોએ નારા લગાવ્યા હતા. તેમજ કતલખાને દરોડા પાડીને કતલખાના બંધ કરાવો અમે તમારી જોડે આવીશું એવું સ્થાનિકે વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું.