Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : a parcel filled with silicone spray exploded while being kept in the sun in Paldi

Video: પાલડીમાં સિલિકોન સ્પ્રે ભરેલું પાર્સલ તડકામાં રખાતા બ્લાસ્ટ થયો હોવાની શક્યતા

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાલડીમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં એક પાર્સલમાં ભેદી ધડાકો થયો હતો.આ ધડાકો સિલિકોન સ્પ્રેમાં થયેલા બ્લાસ્ટને લીધે થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તારણ મુજબ સિલિકોન સ્પ્રે તડકામાં રાખવામાં આવ્યા હોવાથી બ્લાસ્ટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓફિસમાં આવેલા અન્ય પાર્સલનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિલિકોન સ્પ્રે ધરાવતા પાર્સલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને પાર્સલ ક્યાંથી આવ્યા તેમજ કોણે મોકલ્યા તેની માહિતી મંગાવવામાં આવી છે. સાથે જ જો ફાલ્કન કાર્ગોની બેદરકારી સામે આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

App Store

વિસ્ફોટ સિલિકોન સ્પ્રેના કારણે થયો હોવાનું સામે આવ્યું

ઝોન 7ના DCP શિવમ વર્માએ જણાવ્યું કે, પાલડીમાં ટ્રાવેલર્સની ઓફિસમાં જે ધડાકો થયો છે, તેની પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ સિલિકોન સ્પ્રેના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ સતત વધતી ગરમીના કારણે સ્પ્રેમાં આ ધડાકો થયો હોઈ શકે છે, તેમ છતાં સત્યતા ચકાસવા માટે અમે BDDS, ડોગ સ્કવોડ અને FSLની ટીમોને બોલાવીને ઊંડી તપાસ શરૂ કરી છે. આ પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં મોકલવાનું હતું તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને, બસમાં આ પ્રકારના જ્વલનશીલ કે પ્રતિબંધિત પાર્સલ મોકલવા અંગેના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની પણ તપાસ કરાશે અને જો કોઈની બેદરકારી જણાશે, તો કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ

આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઈન બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ પાર્સલ કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને તેમાં કયા પ્રકારનું વિસ્ફોટક કે કેમિકલ હતું, તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને પાર્સલ લાવનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.