VIDEO: ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવી સિદ્ધિ; ઓગસ્ટમાં પ્રથમ વખત યોજાશે રાષ્ટ્રીય કીકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2026
સોર્સ : gstv
ગુજરાતના રમતગમત ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રાષ્ટ્રીય કીકબોક્સિંગ ચેમ્પિયનશિપ-2026નું આયોજન થવા જઈ રહ્યું છે. 1થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં દેશના 34 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 1,500 ખેલાડીઓ ભાગ લેશે. તેમની સાથે 200થી વધુ રેફરી, જજ અને મેડિકલ સ્ટાફ પણ હાજર રહેશે. ખાસ વાત એ છે કે 4 અને 5 ઓગસ્ટે પ્રથમ નેશનલ પેરા કીકબોક્સિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન થશે. આયોજકોના જણાવ્યા મુજબ આ સ્પર્ધા દેશના કીકબોક્સિંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

