VIDEO: અમદાવાદમાં ‘ઓપરેશન ડેલટા’ હેઠળ 300 લોકોની અટકાયત, બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવા પોલીસ તપાસનો ધમધમાટ
સોર્સ : gstv,ai
અમદાવાદમાં પોલીસ દ્વારા ઐતિહાસિક ‘ઓપરેશન ડેલટા’ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ટેક્નિકલ ઇનપુટ અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેસીપી શરદ સિંગલની આગેવાની હેઠળ ચાલેલા આ ઓપરેશનમાં કુલ 300 લોકોની ડિટેઇન કરવામાં આવી છે. બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જેમાં 41 પુરુષ, 95 મહિલાઓ અને બાકીના બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 166 લોકોની પૂછપરછ પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના અંગે તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં કેટલાક લોકો સ્પા અને દેહવ્યાપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પુરુષો છૂટક મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે અને વધુ ખુલાસાની શક્યતા છે.

