2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ, આ મામલા સાથે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરનું નામ જોડાયું

હાલ અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાંથી બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને અન્ય બે હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે ચારેય હોસ્પિટલ સાથે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર નિલ સોનીનું નામ સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ચારેય હોસ્પિટલમાં સીધી અથવા આડકતરી રીતે નિલ સોની જોડાયેલા છે. સુત્રો તરફથી મળતી માહિતીને માનીએ તો ભાજપ સરકારે કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
શું છે આ મામલો?
દાહોદના દેવગઢ બારિયામાંમાં નિલ સોની અને તેની પત્ની ચાર્મી સોની ચૂંટણી જીત્યા હતા, ત્યારે ચાર્મી સોની પ્રમુખ બન્યા હતા. તેમની પત્નીનો સમય પુર્ણ થતા ભાજપે ધર્મેશ ભાઇ કલાલને પ્રમુખ પદ માટે મેન્ડેટ આપ્યો હતો, પણ નિલ સોની સહિત છ સભ્યોએ અપક્ષો સાથે મળીને ભાજપના મેન્ડેટ વિરુધ્ધ મતદાન કર્યુ હતુ. આ પરિણામે ભાજપે નિલ સોની સહિત 6 લોકોને 17 ઓક્ટોબર 2025ના દિવસે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે નવેમ્બરમાં નિલ સોનીની ચારેય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની જાણકારી સામે આવી છે.
કાર્યવાહી સામે અનેક તર્ક વિતર્ક
ભાજપની આ કાર્યવાહી સામે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. નિલ સોની સસ્પેડન્ડ થયા પછી જ આ હોસ્પિટલમાં ગેરરિતી થઇ કે પહેલા થઈ? આ મોટો પ્રશ્ન છે. આવી પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે.

