Video: અમદાવાદ: કરોડોના ડ્રગ્સ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓના ૩૧ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રામોલ વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં મોહમ્મદ ઇમરાન અલવી, ક્ફીલ અહેમદ અને તિફેલ નોખેજ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે….તમામ આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે ૧૨ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે ૩૧ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે….આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓ સાથેના કનેક્શન તેમજ અફઘાનિસ્તાન, રાજસ્થાન અને દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. ડ્રગ્સ સપ્લાય અને નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવવા પોલીસ આરોપીઓને સાથે રાખીને અન્ય રાજ્યોમાં પણ તપાસ કરશે.







