મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદ: બોપલમાં રીચી રીચ પાન પાર્લરના માલિક અને ભાજપના પૂર્વ નેતા ભાવિક ગજ્જર ફરાર

સોર્સ: gstv

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જાણીતી રીચી રીચ પાન હાઉસના માલિક અને ભાજપના પૂર્વ નેતા ભાવિક ગજ્જર હાલ પોલીસ ચોપડે ફરાર જાહેર થયા છે. આ અંગે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા GSTVની ટીમ બોપલ સ્થિત રીચી રીચ પાન પાર્લર ખાતે પહોંચી હતી. સ્થાનિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પાર્લરમાં કામ કરતા કર્મચારીઓ તેમના માલિક સામે નોંધાયેલા ગુનાથી સાવ અજાણ છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભાવિક ગજ્જર પાર્લર પર આવ્યા નથી અને તેમની સાથે કોઈ વાતચીત પણ થઈ નથી. હાલમાં પોલીસ દ્વારા ફરાર ભાવિક ગજ્જરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો