મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓ પર તવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે એકથી 15 જૂન દરમિયાન સઘન ઝુંબેશ ચલાવી ભેળસેળિયા તત્વો પર તવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે એકથી 15 જૂન દરમિયાન સઘન ઝુંબેશ ચલાવી ભેળસેળિયા તત્વો પર તવાઈ બોલાવી છે. આ સમયગાળામાં કુલ ૧,૦૨૭ એકમોની તપાસ કરી ૪૦૯ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૨૭ નમૂના અપ્રમાણિત અને હાનિકારક સાબિત થયા છે. વટવાના "વીર આઝાદ કોલ્ડ્રીંક્સ"ના શરબતનો નમૂનો 'અનસેફ' જાહેર થતા કોર્ટમાં કેસ કરાયો છે, જ્યારે ૨૬ અન્ય નમૂના અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ૩૦૭ વેપારીઓને નોટિસ આપી રૂપિયા  ૫ લાખ ૧૩ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે અને ૨ હજાર ૮૯ કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો છે. ગંભીર બેદરકારી બદલ મકતમપુરાનું "મુન્ના ચાઇનીઝ", નવરંગપુરાનું "કોફી સ્ટેન્ડ" અને કઠવાડાની "શ્રી માતંગી ડેરી" એમ ત્રણ એકમો સીલ કરાયા છે. આગામી દિવસોમાં પણ લાયસન્સ અને સ્વચ્છતા મુદ્દે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો