મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવાયત ખવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જાણો શું છે સમગ્ર મામલો

સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આ

દેવાયત ખવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જાણો શું છે સમગ્ર મામલો

સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.

30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ 

મળતી માહિતી અનુસાર, ફરિયાદ ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે.

આ સમાચાર શેર કરો