મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: 17 તારીખે WeAct દ્વારા વોકલ ફોર લોકલનું પ્રદર્શન, ગ્રામીણ મહિલાઓ રજૂ કરશે હસ્તકલા સહિતની વસ્તુઓ

અમદાવાદમાં 17 તારીખે નરોડા વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં ગ્રામીણ મહિલાઓના ફૂડ એન્

અમદાવાદ: 17 તારીખે WeAct દ્વારા વોકલ ફોર લોકલનું પ્રદર્શન, ગ્રામીણ મહિલાઓ રજૂ કરશે હસ્તકલા સહિતની વસ્તુઓ

અમદાવાદમાં 17 તારીખે નરોડા વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં ગ્રામીણ મહિલાઓના ફૂડ એન્ડ એગ્રો, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સ અને હાઉસહોલ્ડ સપ્લાયની વસ્તુઓનું જાહેર પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે.

WeAct દ્વારા વોકલ ફોર લોકલનું પ્રદર્શન ગોઠવ્યું 

મહિલા સાહસિકો એક્સેસ કનેક્ટ ટ્રાન્સફોર્મે (WeAct) વોકલ ફોર લોકલનું પ્રદર્શન ગોઠવ્યું છે. જેમાં ગ્રામીણ મહિલા સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનનો સમય સવારે 10.00થી સાંજે 7.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ : બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારો કારચાલક પોલીસ કર્મચારી નીકળ્યો, પંજાબથી ધરપકડ

પ્રદર્શનનો સમય સવારે 10.00થી સાંજે 7.00 વાગ્યા સુધીનો

આ પ્રદર્શનને સફળત બનાવવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદ અને એક્સેન્ચર પ્રા. લિ.એ મહિલા સાહસિકો માટે આ વન-સ્ટોપ ફોરમને અમલમાં મૂકવા માટે સંયુક્ત રીતે હાથ મિલાવ્યા છે. WeAct સંસ્થા સમગ્ર ભારતમાં 18,000 ગ્રામીણ મહિલા સાહસિકોને માર્કેટ એક્સેસ, બિઝનેસ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેક્નોલોજીકલ સપોર્ટ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતામાં તાલીમ આપીને સપોર્ટ કરે છે.

એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય આ ગ્રામીણ મહિલાઓને તેમના ઉત્પાદનોને લોકો સમક્ષ લાવવાનો

વોકલ ફોર લોકલ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય આ ગ્રામીણ મહિલાઓને તેમના ઉત્પાદનોને લોકો સમક્ષ લાવવા અને  ખરીદદારો સાથે સીધો જ સંપર્ક સાધવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે. 

આ સમાચાર શેર કરો