અમદાવાદ: ઘાટલોડિયા વોર્ડમાં લોકોમાં નિરસતા જોવા મળી, કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ મતદાનની કરી અપીલ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીો ચાલી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં મતદાન ઓ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીો ચાલી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં મતદાન ઓછું થતા ભાજપ ચિંતામાં આવી ગયો છે. મળતા અહેવાલ પ્રમાણે પેટા ચૂંટણીમાં ઘાટલોડિયા વોર્ડમાં મતદાન ઓછું થતાં બીજેપીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ મતદાન કરવા અપીલ કરવામાં આવી.
લોકોને મતદાન કરવા માટે અપીલ કરવા નીકળ્યા
ઘાટલોડીયા વોર્ડમાં મતદાન ઓછું થવાના કારણે ભાજપના કાર્યકર્તાઓ અલગ અલગ બુથમાં આવેલી સોસાયટીઓ - ફ્લેટોમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરવા નીકળ્યા હતા. ઘાટલોડિયા વોર્ડ પેટા ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 11 ટકા જેટલું મતદાન થયું છે જેમાં 9,642 જેટલા વોટ પડ્યા જેને લઈ અપીલ કરવામાં નીકળ્યા હતા.




