Ahmedabad news: SOG પોલીસે નકલી નોટો સાથે 3 આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદમાં SOG દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, મળતા અહેવાલ પ્રમાણે&nbs

અમદાવાદમાં SOG દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં એસઓજીની ટીમે ભારતીય ચલણની બનાવટી નોટો ઝડપી પાડી. આ સાથે ભાવેશ, અનિલ અને જીતેન્દ્ર નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી 500 રૂપિયાના દરની 133 નકલી નોટ મળી આવી.
આ નોટો લીંબડીમાં રાહુલ કાલિયા નામના વ્યક્તિએ છાપી હોવાનું સામે આવ્યું
આ નોટો લીંબડીમાં રાહુલ કાલિયા નામના વ્યક્તિએ છાપી હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં ટાઇલ્સના ધંધામાં નુકશાન જતા વેપારી અનિલે બનાવટી નોટો છાપી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ બાપુનગરમાં નકલી નોટના શીટનું કટિંગ કરતા ઝડપાયા. આ સાથે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



