મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : અમદાવાદમાં એક સાથે 2000થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલીના એંધાણ

Ahmedabad news : અમદાવાદ શહેર પોલીસ વિભાગ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર

મોટા સમાચાર : અમદાવાદમાં એક સાથે 2000થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલીના એંધાણ

Ahmedabad news : અમદાવાદ શહેર પોલીસ વિભાગ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક સાથે 2000થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી શકે છે. 

મળતી માહિતી મુજબ આજે આ અંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે કમિશનર કચેરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને આ બદલી અંગે સમીક્ષા કરી છે અને 24 કલાકમાં બદલીના ઓર્ડર જાહેર થવાની શક્યતા છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ  પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો