Ahmedabad news: નરોડામાંથી ઝડપાઈ દારૂની હેરાફેરી, કારના દરવાજા, બોનેટ, હેડલાઈટમાં છુપાવી હતી બોટલો
અમદાવાદના નરોડામાંથી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી ઝડપાઈ છે, મળતા અહેવાલ પ્રમાણે કારમાં ખોટી નંબર પ્લેટ

અમદાવાદના નરોડામાંથી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી ઝડપાઈ છે, મળતા અહેવાલ પ્રમાણે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે આ શખ્સોએ કારના એવા ભાગોમાં દારૂ છુપાવ્યો હતો કે એ ખોલવા માટે પોલીસે મિકેનિકને બોલાવો પડ્યો હતો.
કારમાંથી ઝડપાયો દારૂ
કારના બોનેટ, હેડલાઈટ, દરવાજામાં દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનમી હેરાફેરીમાં સામેલ 3ની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.
આ પહેલાએસ પી રીંગ રોડ પરથી દારૂ ઝડપાયો હતો. હેલ્મેટના બોક્સની આડમાં રૂપિયા ૬૪ લાખ કિંમતનો ૧૧ હજાર બોટલ વિદેશી દારૂ લઇને જતી ટ્રકને પીસીબીએ એસ પી રીંગ રોડ અસલાલી પાસેથી ઝડપી લીધી હતી. ટ્રકમાં ચંડીગઢથી જુનાગઢ વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો અને દારૂ મંગાવનાર વ્યક્તિ પોલીસથી બચવા ઇટલીના કોડ ધરાવતા ફોનથી વાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે કુલ ૮૪ લાખની કિંમતની મત્તા જપ્ત કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.






