મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી લવાતું 55 લાખનું સોનું ઝડપાયું

Ahmedabad news: આખા દેશમાં સૌથી વધુ સોનું અમદાવાદ એરપોર્ટથી પકડ

Ahmedabad news: અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી લવાતું 55 લાખનું સોનું ઝડપાયું

Ahmedabad news: આખા દેશમાં સૌથી વધુ સોનું અમદાવાદ એરપોર્ટથી પકડાતુ હોય છે. આ ક્રમમાં આજે દુબઈથી વિમાનમાં આવેલા મુસાફર પાસેથી 506 ગ્રામનું સોનું સાંકળ સ્વરૂપે ઝડપાયું હતું. આરોપી દુબઈથી સોનાની ચેઈન પહેરી અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો. જેને કસ્ટમ વિભાગે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફર કસ્ટમ ડયૂટી ભર્યા વગર સોનાની દાણચોરી કરી હતી. 

મળતી વિગતો અનુસાર, દુબઈથી અમદાવાદ આવેલા વિમાનમાં પ્રવાસ કરી રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે કૂલ 506 ગ્રામ સોનાની ચેઈન જપ્ત કરી આ મુસાફરની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ મુસાફર કસ્ટમ ડયૂટી વગર આવ્યો હતો. એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાં સોનાનું વજન કરી મુસાફરની તપાસ અને કાયદેસરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી દુબઈથી દાણચોરી કરી સોનું લઈને ભારત આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી લવાતું સોનું ઝડપાવાનો સીલસીલો યથાવત્ છે. 

આ સમાચાર શેર કરો