મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ એકલવાયું જીવન જીવતી વૃદ્ધાની મદદે આવી નારોલ પોલીસ, 9 ઓપરેશન કરાવી આપ્યું નવું જીવન

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં શી ટીમમાં કામ કરતા મહિલા ASIએ ખાખીની ગરિમાને ચાર ચાંદ લગાવ્યા છે. શાહવાડી વિસ

અમદાવાદ/ એકલવાયું જીવન જીવતી વૃદ્ધાની મદદે આવી નારોલ પોલીસ, 9 ઓપરેશન કરાવી આપ્યું નવું જીવન

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં શી ટીમમાં કામ કરતા મહિલા ASIએ ખાખીની ગરિમાને ચાર ચાંદ લગાવ્યા છે. શાહવાડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી વૃદ્ધાની મદદે નારોલ પોલીસ આવી હતી. વૃદ્ધાની કમરના મણકા તથા ગાદીના 9 ઓપરેશન કરાવીને વૃદ્ધાને નવું જીવનદાન આપ્યું હતું. વૃદ્ધાનું ઓપરેશન ક્રિટિકલ હોવાને કારણે વૃદ્ધાનો જીવ પણ જઇ શકતો હતો. શી ટીમમાં ફરજ બજાવતા દર્પિતા કોન્ટ્રાક્ટર અને નારોલના પીઆઇએ ડૉક્ટરને ઓપરેશનની લેખિત બાંહેધરી આપતા વૃદ્ધાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની મદદે આવી પોલીસ

નારોલના શાહવાડી વિસ્તારમાં એક વૃદ્ધ એકલવાયું જીવન જીવતા હતા. થોડા દિવસ પહેલા તે પડી ગયા હતા અને ઉભા પણ થઇ શકતા નહતા. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI દર્પિતા કોન્ટ્રાક્ટરને કોલ આવ્યો હતો અને તે પળભરનો વિચાર કર્યા વિના જ વૃદ્ધાના ઘરે પહોંચી ગયા હતા. વૃદ્ધાને મણકામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને થાપાના ભાગે પણ ફ્રેક્ચર થયેલુ હોવાથી તે ઉભા પણ થઇ શકતા નહતા. શી ટીમમાં ફરજ બજાવતા મહિલા ASIએ પરિસ્થિતિની ગંભીરતા જોઇ તાત્કાલિક તેમણે એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ડૉક્ટરોએ વૃદ્ધાની તપાસ કરી પોલીસ કર્મીને ઓપરેશન કરવાની જાણ કરી હતી અને વધુ ઉંમરને કારણે જીવનું જોખમ હોવાની પણ વાત કરી હતી.

નારોલ પોલીસની શી ટીમના મહિલા ASIએ જવાબદારી સ્વીકારી બાંહેધરી પત્રકમાં સહી કરી હતી અને વૃદ્ધાની તમામ જવાબદારી પોતે સ્વીકારી લીધી હતી.ત્રણથી ચાર કલાક ચાલેલી સારવાર બાદ વૃદ્ધાના 9 ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઓપરેશનના થોડા મહિના બાદ નિરાધાર વૃદ્ધાને મહુડી પાસેના વૃદ્ધા આશ્રમમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો