મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય: હવે હોલ બુકિંગ માટે લગ્નની કંકોત્રી નહીં બતાવવી પડે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોલના બુકિંગ બાબત

આ સમાચાર સાંભળો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોલના બુકિંગ બાબતે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લગ્ન પ્રસંગ માટે હોલ બુક કરાવવા જતા નાગરિકો પાસેથી આધાર કાર્ડની સાથે લગ્નની કંકોત્રી પણ ફરજિયાત માંગવામાં આવતી હતી, જે અયોગ્ય અને અવ્યવહારુ હોવાની રજૂઆતો સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી.. આ ગંભીર બાબતની નોંધ લઈને આખી પ્રથાને દૂર કરવામાં આવી છે અને હવે નાગરિકોને હોલ બુકિંગ માટે કંકોત્રી રજૂ કરવી પડશે નહીં.

આ સમાચાર શેર કરો