VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ટેન્ડરમાં કરોડોના કૌભાંડની આશંકા, નિયમોમાં મોટા ફેરફાર
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી ટે

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી ટેન્ડર મામલે નવા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ટેન્ડરમાં નિયમો અને શરતો બદલીને ચોક્કસ એજન્સીને ફાયદો કરાવવાનો કારસો ઘડાયો હોવાની આશંકા સેવાઈ રહી છે….વર્ષ ૨૦૨૩-૨૫ દરમિયાન ટેન્ડરમાં વાર્ષિક ટર્નઓવર 13 કરોડ રૂપિયા હતું, જે નવા ટેન્ડરમાં વધારીને સીધું 69 કરોડ 82 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે ટર્નઓવર અને અનુભવના ધોરણો વધુ કપરા બનાવીને ઓછી કંપનીઓ ભાગ લઈ શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. સિક્યુરિટીનું કામ હોવા છતાં મેનપાવર સપ્લાયનો અનુભવ માંગવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ મિલીભગતની તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે.




