VIDEO: વાયુ પ્રદૂષણને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિ એક હાઈટેક મોબાઈલ વાનનું લોકાર્પણ
અમદાવાદમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ડામવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિ

અમદાવાદમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ડામવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને IIT કાનપુરના સહયોગથી એક હાઈટેક મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના પ્રદૂષણ સંવેદનશીલ 10 વિસ્તારોમાં સેન્સર ડિવાઈસ લગાવાશે, જે હવામાં પીએમ 2.5, પીએમ 10 અને ઝેરી વાયુઓનું સતત મોનિટરિંગ કરશે. સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ મોબાઈલ લેબ આગામી દિવસોમાં મોટેરા, પીરાણા અને બોપલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણના ચોક્કસ કારણો શોધી કાઢશે, જેના ડેટાના આધારે મશીન લર્નિંગ મોડલ્સ તૈયાર કરી AMC પ્રદૂષણ નિયંત્રણ માટે સચોટ લોકલ એક્શન પ્લાન અમલી બનાવશે.


