મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ મનપાએ પ્રિ-મોનસુન કામગીરીને લઈને બેઠક કરી

ચોમાસા પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન તૈયારી બેઠક શરૂ કરી છે. મ્યુ

ચોમાસા પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન તૈયારી બેઠક શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગાંધીનગર IIT  અને અન્ય એજન્સીઓ સાથે જોડાઈને વરસાદી વ્યવસ્થા મજબૂત કરવાનું આયોજન છે. બેઠકમાં છેલ્લા એક વર્ષમાં કરેલા ખોદકામની સ્થિતિ, લાંબા સમય સુધી ભરાતા પાણીની વ્યવસ્થા અને સમીક્ષા કરવામાં આવશે. અત્યાર સુધીમાં 70થી 72 હજાર કેચપીટની ત્રણ રાઉન્ડની સફાઈ પૂરી કરવામાં આવી છે. શહેરના 44 અંડરપાસમાં સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. ગયા વર્ષે નારોલ મટનગલી અને મોટી હમામમાં વીજળીના કરંટથી બે લોકોના મોત થયા હતા. મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતા મામલે કરેલી કાર્યવાહી અને સંભવિત બ્રેકડાઉન સ્થળો અંગે પણ વિસ્તૃત ચર્ચા થશે.

આ સમાચાર શેર કરો