મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“રાજકારણીઓ ફરજમાં રુકાવટ ઉભી કરે છે, રાજીનામું સ્વીકારો”, AMCના TDO ઇન્સ્પેકટરનું રાજીનામું વાયરલ

Ahmedabad Municipal Corporation Estate Dept TDO Inspector resigned | અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના TDO ઇન્સ્પેકટર પુરષોત્તમ સોલંકીએ રાજીનામું આપી દીધ

“રાજકારણીઓ ફરજમાં રુકાવટ ઉભી કરે છે, રાજીનામું સ્વીકારો”, AMCના TDO ઇન્સ્પેકટરનું રાજીનામું વાયરલ

અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના TDO ઇન્સ્પેકટર પુરષોત્તમ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. જો કે રાજીનામાના પત્રમાં તેમણે રાજકારણીઓ ફરજમાં રુકાવટ ઉભી કરે છે એવું કારણ લખતા આ રાજીનામું ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ રાજીનામાનો આ પત્ર વાયરલ થયો છે. 

રાજકારણીઓ વિજિલન્સ તપાસ અને અન્ય રીતે હેરાન કરે છે - TDO ઇન્સ્પેકટર

AMCના  મધ્ય ઝોનમાં એસ્ટેટ વિભાગના TDO ઇન્સ્પેકટર પુરષોત્તમ સોલંકીએ પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે પોતે પ્રમાણિકતાથી ફરજ બજાવતા હોવા છતાં વારંવાર વિજિલન્સ તપાસ અને અન્ય રીતે હેરાન કરતા હોવાના પ્રયાસ કરે છે એવા આક્ષેપો કર્યા છે. રાજકીય હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી કનડગત અને હેરાનગતિથી પોતે રાજીનામું આપી રહ્યાં છે એવો ઉલ્લેખ કર્યો છે. 

એસ્ટેટ વિભાગના TDO ઇન્સ્પેકટર પુરષોત્તમ સોલંકીએ ખાડિયા વોર્ડના કોર્પોરેટર  ઉમંગ નાયક અને પંકજ ભટ્ટ  તેમજ પૂર્વ કોર્પોરેટર મયુર દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવતા લખ્યું છે કે આ રાજકારીઓ દબાણ વિભાગે જપ્ત કરેલા લારી અને માલસામાન છોડાવવા વારંવાર ટોર્ચારિંગ કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

આ સમાચાર શેર કરો