VIDEO: અમદાવાદ: મોટેરામાં AMCનું મેગા ડિમોલિશન, રોડ પહોળો કરવાની કામગીરી તેજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક મોટેરા વિસ્તારમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક મોટેરા વિસ્તારમાં એક મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી સમયમાં યોજાનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, અહીં ૧૮ મીટરના હયાત રોડને હવે ૬૧ મીટર સુધી પહોળો કરવામાં આવશે.AMCના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી મશીનો સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૦થી વધુ કોમર્શિયલ મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસ્તાના આયોજનને વેગ આપવા માટે કોર્પોરેશન દ્વારા અત્યંત ઝડપથી આ ડિમોલિશન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.




