મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: ગોતાની ૮ સોસાયટીઓમાં દૂષિત પાણીનો ત્રાસ, કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરાઈ

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આઠ જેટલી સોસાયટીઓમાં દૂ

તસવીર: gstv

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આઠ જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે, જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં દરેક સોસાયટીમાંથી ૧૨ થી ૧૫ જેટલા કેસ નોંધાયા હોવાની ફરિયાદો બાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા પાણીના નમૂના લઈ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ, ૧૮૦૦ જેટલા ઘરોમાં સર્વે પૂર્ણ કરી મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. સદનસીબે, હાલ કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો