VIDEO: અમદાવાદના મેયર સહિત પદાધિકારીઓએ નિર્માણાધીન બ્રિજની મુલાકાત લીધી, કોન્ટ્રાક્ટરોને ફટકાર્યો લાખોનો દંડ
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ શહેરના વિવિધ નિર્માણાધીન બ્રિજની મુલાકાત લઈ કામગ
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ શહેરના વિવિધ નિર્માણાધીન બ્રિજની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં વિલંબ બદલ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચોમાસા પહેલા શહેરના કુલ 95 બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટી સમસ્યા જણાઈ નથી. પરંતુ 1617 બ્રિજમાં કલરકામ જેવી સામાન્ય મરંમતની સૂચના અપાઈ છે.
બીજી તરફ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરતા તંત્રએ મકરબા, હેબતપુર અને બુટભવાની મંદિર બ્રિજના પ્રોજેક્ટ્સમાં 10 થી 15 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. મેયરે જણાવ્યું હતું કે રેલવેની મંજૂરી અને ડિઝાઇનમાં ફેરફારને કારણે અમુક કામોમાં વિલંબ થયો છે, પરંતુ હવે સુભાષ બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સ આગામી બે વર્ષમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.


