મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સરકારી જમીન પર ગેરકાયદેસર શાળા ઉભી કરાઈ, 30 દિવસમાં તોડી પાડવાનો હુકમ

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં સરકારી જમીન પર શાળાનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઈસનપુરમાં આવેલી શક

અમદાવાદ: સરકારી જમીન પર ગેરકાયદેસર શાળા ઉભી કરાઈ, 30 દિવસમાં તોડી પાડવાનો હુકમ

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં સરકારી જમીન પર શાળાનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઈસનપુરમાં આવેલી શક્તિ વિદ્યાવિહાર સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી બનાવવામાં આવી હોવાના પગલે મામલતદાર દ્વારા 30 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા તેમજ દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો છે.

રૂપિયા 5 લાખનો દંડ વસૂલવાનો આદેશ કર્યો

બાંધકામ નુકસાન વળતર પેટે રૂપિયા 5 લાખનો દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.  જ્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયમ વિરુદ્ધ બાંધકામ કરી શાળાની મંજૂરી મેળવેલી હોવાનું જણાતા શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસા માટે શનિવારે હાજર રહેવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો