મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસ મામલો, P.I. ખાચરના કોર્ટે મંજૂર કર્યા જામીન

Ahmedabad: Dr. Vaishali Joshi suicide case | અમદાવાદના ચકચારી ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.કે.ખાચરને સેશન્સ

અમદાવાદ: ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસ મામલો, P.I. ખાચરના કોર્ટે મંજૂર કર્યા જામીન

અમદાવાદના ચકચારી ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.કે.ખાચરને સેશન્સ કોર્ટથી રાહત મળી છે, આરોપી પીઆઇ બી.કે.ખાચરની જામીન અરજી કોર્ટે મંજૂર કર્યા છે. આ અગાઉ ચાર્જશીટ થયા પહેલા મુકેલી જામીન અરજી કોર્ટે ના મંજૂર કર્યા હતા.

 પીઆઈ ખાચર અને ડો. જોષી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા

શહેરને હચમચાવી નાખનારી આ ઘટનામાં, ડૉ.વૈશાલી જોશીએ આત્મહત્યા કરી હતી અને 6 માર્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જમાલપુરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પરિસરમાં મૃત્યુ પામી હતી. પીઆઈ ખાચર અને ડો. જોષી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર પોન્ઝી સ્કીમ કૌભાંડ: છેતરપિંડી થઈ હોય તે અમારો સંપર્ક કરે, CID ક્રાઈમે જાહેર કર્યા નંબર

સંબંધોમાં આવેલી સમસ્યાઓથી દુઃખી થઈને ડૉ.વૈશાલી જોશીએ કરી હતી આત્મહત્યા

કેટલાક વિવાદોને કારણે ખાચરે તેની સતત અવગણના કરી હતી. પોતાના સંબંધોમાં આવેલી સમસ્યાઓથી દુઃખી થઈને ડૉ.વૈશાલી જોશીએ  ક્રાઈમ બ્રાન્ચના પરિસરમાં એક બેન્ચ પર બેસીને પોતાના પગમાં ઈન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી.કે.ખાચર સામે 32 વર્ષીય ડો.વૈશાલી જોશીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો