Video: અહમદાબાદ: મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ડોક્ટરો માટે નવો નિયમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે ડોક્ટરોની હાજરી અંગે કડક નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ડોક્ટરોએ સવારે ૯ અને સાંજે ૫ વાગ્યે દિવસમાં બે વખત બાયોમેટ્રિક પંચિંગ કરવાનું રહેતું હતું પરંતુ બપોરના સમયે ફરજ પરના ડોક્ટરો ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો મળતા, મ્યુનિસિપલ કમિશનરે હવે બપોરે ૨ વાગ્યે પણ પંચિંગ ફરજિયાત બનાવ્યું છે. હોસ્પિટલ કમિટીના ચેરમેન ચાંદની પટેલના જણાવ્યા મુજબ, એસવીપી, શારદાબેન, શાહીબાગ અને નગરી હોસ્પિટલ સહિતની તમામ મ્યુનિસિપલ હોસ્પિટલોમાં આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.




