મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં ભાજપ દ્વારા આક્રમક પત્રકાર પરિષદ

સોર્સ: gstv

રાજકોટમાં ભાજપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મહામંત્રી અનિરુદ્ધ દવેએ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સૌરાષ્ટ્રમાં પાણીની ઉત્તમ વ્યવસ્થા બદલ ભાજપ સરકારની કામગીરીને બિરદાવી કોંગ્રેસ શાસનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.અનિરુદ્ધ દવેએ યાદ અપાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં નર્મદાના પાણી માટે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ઉપવાસ કરવા પડ્યા હતા. અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત આવતીકાલે રાજકોટમાં ભવ્ય મહારેલી યોજાશે, જેમાં લોકતંત્ર બચાવવાના હેતુથી રાજકોટવાસીઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાશે.

આ સમાચાર શેર કરો