મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કડી બાર એસોસિએશનની વર્ષો જૂની માંગ પૂર્ણ, નવી સેશન્સ કોર્ટને મંજૂરી

મહેસાણાના કડીમાં એડિશનલ સેશન્સ કોર્ટ શરૂ કરવાની મંજૂરી મળી છે. કડી બાર એસોસિએશ

મહેસાણાના કડીમાં એડિશનલ સેશન્સ કોર્ટ શરૂ કરવાની મંજૂરી મળી છે. કડી બાર એસોસિએશન અને વકીલોની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે.ગુજરાત હાઈકોર્ટે જિતેન્દ્રકુમાર શિવપૂજનરામ પ્રજાપતિને કડીમાં છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે નિમણૂક કરી છે. આગામી ૨૨ જૂનથી કડીમાં નવી એડિશનલ સેશન્સ કોર્ટનો વિધિવત પ્રારંભ થશે.નવી કોર્ટ શરૂ થવાથી કડી, બેચરાજી અને જોટાણા તાલુકાના પક્ષકારોને મુસાફરી અને સમયની બચત થશે. આ નિર્ણયથી વકીલ મંડળ અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો