મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendrnagar: ધગઢગતી ગરમીમાં કામ કરતાં આગરિયાઓને પીવાના પાણી માટે વલખાં

સુરેન્દ્રનગરમાં રણમાં કામ કરતાં અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. મ

Surendrnagar: ધગઢગતી ગરમીમાં કામ કરતાં આગરિયાઓને પીવાના પાણી માટે વલખાં

સુરેન્દ્રનગરમાં રણમાં કામ કરતાં અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. મીઠું પકવતા અગરિયાઓને આટલી કાળ ઝાળ ગરમીમાં 20 દિવસે માત્ર 1 પાણીન ટેન્કર જ મળે છે. જેને પગલે અગરિયાઓ સરકાર સામે આકરા પાણીએ જોવા મળ્યા છે.

સુરેન્દ્રનગરમાં કુડા નિમકનગર ખારાગોઢા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ પીવાના પાણી માટે હેરાન થવું પડી રહ્યું છે. રણમાં આગ વરસાવતી ગરમીમાં કામ કરતાં મજૂરોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. પીવાનું પાણી આગરિયાઓના ઝૂંપડાં સુધી પહોંચાડવા માટે કરોડોના બિલો મૂકી ટેન્ડરો આપવામાં આવ્યા છે. તે છતાં તેમના સુધી પાણી પહોંચતું નથી.

મીઠું પકવતા આગરિયાઓને 20 દિવસે માત્ર 1 પાણીનું ટેન્કર તંત્ર દ્વારા આપવામાં આવે છે. રણનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે તેવામાં પીવાનું પાણી ન મળતા રોષ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અગરિયાઓને પીવાના પાણીના પ્રશ્ને તંત્ર ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો