રાજકોટમાં મેયર બાદ શાસક પક્ષના નેતા દ્વારા સરકારી કારનો દુરુપયોગ કર્યાનું આવ્યુું સામે
રાજકોટમાંથી શાસક પક્ષના નેતાએ સરકારી કારનો દુરુપયોગ કર્યો હોય તેવો મામલો સામે

રાજકોટમાંથી શાસક પક્ષના નેતાએ સરકારી કારનો દુરુપયોગ કર્યો હોય તેવો મામલો સામે આવ્યો છે. શાસક પક્ષના નેતાએ પોતાના સંતાનોને તેડવા મુકવા માટે કર્યો સરકારી કારનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની સરકારી કાર વીડિયોમાં દેક થઈ હતી. રાજકોટ મનપાના અધિકારીઓને સરકારી કારનો પર્સનલ ઉપયોગ કરવાની ઘેલછા વધી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકાના મેયર બાદ શાસક પક્ષના નેતાની ગાડીને લઈ વિવાદ સર્જાયો છે. આ મામલે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારો દીકરાનું બોર્ડનું સેન્ટર ત્યાં આવ્યું હતું તેને મોડું થઈ ગયું હતું અને અન્ય એક વિદ્યાર્થી તેના માતા હાજર ન હોવાથી તે વિદ્યાર્થિનીને લેવા ગઈ હતી. મારો વોર્ડ છે અને મારા વોર્ડમાં આ સ્કૂલ આવેલી છે. મારા કોઈ હિતશત્રુ કે વિરોધીઓ દ્વારા વિડિયો વાઇરલ કરવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.



